CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 26, 2024

વિનુ માંકડ….એક શ્રેષ્ઠ ક્રિકેટર, આજે એક સમય ના પ્રસિદ્ધ ક્રિકેટર વિનું માંકડ નો જન્મદિવસ છે.

12 Apr. Vadodara: વિશ્વ ના પ્રસિદ્ધ ક્રિકેટરોની યાદી જોઈએ, તો એમાં ટોપ ટેનમાં સદા યાદ રહી જનાર વિનુ માંકડ નું નામ આજે પણ જીવંત છે.આજે તેમનો જન્મદિવસ છે. 8 એપ્રિલ 1917 ના દિવસે જામનગરમાં તેમનો જન્મ થયો. વિનું માંકડ નાં નામે તેઓ પ્રખ્યાત થયા,પણ તેમનું મૂળ નામ તો મૂળવંતરાય હિંમતલાલ માંકડ. ક્રિકેટમાં તેમનો દબદબો રહ્યો છે.

વિનુ માંકડ લગભગ બધીજ રણજી ટ્રોફી મેચો રમેલા.તે સમય ફાઈવ ડે મેચ નો હતો, ત્યારે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ નો સમય ન હતો. 231 ના સર્વોચ્ચ સ્કોર સાથે ટેસ્ટ ક્રિકેટમાં 31. 47 રનની એવરેજ પાંચ સદી સાથે એમણે 44 મેચમાં ૧૬૨ વિકેટ લીધેલી. પંકજ રોય સાથે ઓપનિંગ માં જ્યારે તેઓ મેદાન માં ઉતરેલા ત્યારે વિનુ માંકડે 413 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. જે રેકોર્ડ 52 વર્ષ સુધી કોઈ તોડી નહોતું શક્યું. ૧૯૪૭માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન બીજી ટેસ્ટ મેચમાં જ્યારે બોલિંગ કરતી વખતે તેઓ ક્રિઝ છોડી દેતા ત્યારે બિલ બ્રાઉને એમને ચેતવેલા, છતાં પણ તેમણે એની પરવા ન કરી અને પોતે જેમ બોલિંગ કરતાં હતાં, તેમ કરતા રહ્યા અને બિલ બ્રાઉનને રન આઉટ કર્યો હતો. તેમના આ ખેલ ને બ્રેડમેને પણ નિયમ મુજબ બતાવેલો, પણ તે સમયે મીડિયાએ “આઉટ બાય માકડિંગ ” જેવા શબ્દો નો પ્રયોગ કરેલો. એક ક્રિકેટર તરીકે તેમની ખાસિયત હતી કે તેઓ ૧ થી ૧૧ સુધીના કોઈપણ ક્રમમાં રમી શકતા,જોન્ટી રોડ્સ ની જેમ.

વર્ષ ૧૯૭૩માં તેઓ આ ફાની દુનિયા છોડી ગયા. આજે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમની ક્રિકેટ પ્રત્યેની લગન આજના ક્રિકેટરો માટે પ્રેરણા સ્વરૂપ છે, કારણ કે તેમના જેવા ક્રિકેટર વિરલા જ હોય છે.