CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 19, 2024

માનવ ને જીવનની શીખ દેનાર સ્વામી વિવેકનંદજીની આજે જન્મજયંત

12 Jan. Vadodara: “જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું, અનુભવ જ જગતમાં શ્રેષ્ઠ શિક્ષક છે “જેવા અનેકો સૂત્રો આપી માનવ કલ્યાણ માટે જીવન અર્પી દેનાર સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતી છે.આ દિન યુવા દિન રૂપે મનાવવામાં આવે છે.
આ સાથે જ “જેટલો વધુ સંઘર્ષ હશે એટલી જ શાનદાર જીત હશે” અને “પોતાની જાતને કમજોર સમજવી એ જગતનું સૌથી મોટું પાપ છે “જેવા સૂત્રો સાથે “ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો “કહેનાર અને પોતાના વાણી, વિચાર, વર્તન દ્વારા આ શબ્દો ને સાર્થક કરનાર દેશના શ્રેષ્ઠ સંત સ્વામી વિવેકાનંદ ની આજે જન્મ જયંતિ છે,જે યુવા દિન રૂપે મનાવવામાં આવે છે.

12 જાન્યુઆરી ૧૮૬૩ના રોજ બંગાળી બ્રાહ્મણ પરિવાર મા , કલકત્તામાં જન્મેલા નરેન્દ્રનાથે તે સમય ના સખત રૂઢિચુસ્ત સમાજમાં પણ પોતાના મક્કમ નિર્ધાર, મનોબળ, સંયમ, અને શ્રદ્ધાથી જીવનના અનેક વિરોધ નો સામનો કર્યો.કોલેજ સમય માં કોઈકે તેમને દક્ષિણેશ્વર કાળી મંદિર મા પૂજ્ય રામકૃષ્ણ પરમહંસ ને મળવા કહ્યું,તે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે રામકૃષ્ણ પરમહંસ તેમનો હાથ પકડી ખૂબ રડ્યા અને તેમને તેમના સત્વગુણી આત્મા સાથે પરિચય આપ્યો.અને તેમણે સંસાર છોડી સન્યાસ ની વાટ પકડી. શ્રી રામકૃષ્ણદેવે તેમને સ્વામી વિવેકાનંદ નામ આપ્યું.

સાદા અને સંયમી જીવન સાથે તેમણે દેશની યાત્રા કરી, અને અમેરિકાના શિકાગોમાં ધર્મ પરિષદમાં હાજરી આપી,બુલાં સ્વરે અમેરિકાના લોકોને ભાઇ-બહેનનું સંબોધન કરી, વસુધૈવ કુટુંબકમ નો વિચાર આપ્યો.માં શારદા દેવી અને સિસ્ટર નિવેદિતા સાથે તેમણે રામકૃષ્ણ પરમહંસ મિશન ને આજના સ્વરૂપ સુધી પહોંચાડ્યું.

“મને સો નચિકેતા આપો, હું વિશ્વ બદલી આપીશ”કહેનાર સ્વામી વિવેકાનંદનું વિશ્વના મહાન ચિંતકોમાં સ્થાન છે. તેમણે દેશભરમાં એક પરિવ્રાજક તરીકે કામ કર્યું .તેમની સાદગી ભરી જીવનશૈલી, વિચારો ની વિશાળતા, ધર્મનિષ્ઠા, સર્વ વિષયો નું અને વિજ્ઞાનનું શ્રેષ્ઠ જ્ઞાન, અને તેમની વકૃત્વ શૈલી થી વિશ્વ પ્રભાવિત થયુ.ફક્ત ૩૯ વર્ષ ની યુવાન વય માં દેહત્યાગ કર્યો,પણ એટલા નાના જીવન માં તેમણે યુવાઓ ને જીવન જીવવાની રીત,અને ઉદ્દેશ્યો થી સભર કર્યા.તેમની વાણી ,તેમના સૂત્રો થી અનેકો પેઢીયો સુધી યુવા વર્ગ જ્ઞાન અને પ્રોત્સાહન મેળવતો રહેશે.