દશામાં ના વ્રત પ્રારંભ

vnm tv

Photo VNM TV NEWS

20 July Vadodara : આજે સોમવતી અમાસ છે, અને આજનો દિવસ અનેક વ્રત અને તહેવારોનો દિવસ છે, આજે સોમવાર અષાઢ માસ ની અમાવસ્યા છે, અને આજે દિવાસો ,હરિયાળી અમાસ, જીવ્રત, અને દશામાં ના વ્રત નો પ્રારંભનો દિવસ છે. આજે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયેલો કહેવાય છે. આજ દક્ષિણ ગુજરાતમાં ખાસ મેળા ભરાય છે, અને જુના કપડા ના ઢીંગલા- ઢીંગલી, ધરતી માતા, અને સમુદ્ર દેવ ના પુતળા બનાવી ને તેની શોભાયાત્રા કાઢી જળાશયમાં પધરાવાય છે.

જ્યારે આજે સોમવાર થી શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. આ પૂરો મહિનો ભગવાન શિવજીનું વ્રત પૂજન કરવામાં આવે છે .
આ સાથે આજથી ૧૦ દિવસ માટે દશામાના વ્રતનો પ્રારંભ થયો છે .દશામાનું દસ દિવસ ચાલતું આ વ્રત બહેનો સાંઢણી પર સવારી કરતા દશામાની પ્રતિમાઓની સ્થાપના કરીને શરૂ કરે છે .આ વ્રત દસ દિવસનું હોય છે. ઘરમાં દશામાની પ્રતિમાઓની સ્થાપના કરી માતાજીનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવે છે. અને 10 સુતરના તાતણા ની ગાંઠો વાળી કળશ પર વીંટી ને મૂકવામાં આવે છે. દસ દિવસ ઉપવાસ કે એકટાણા કરી,મા દશામાં ની વ્રત કથા કરાય છે. દસમા દિવસે પારણા કરવામાં આવે છે.

દશામાં પાસે પોતાનો સંકલ્પ,સારી દશા આવે અને દુઃખ ના નિવારણ માટે પ્રાર્થના કરાય છે. આ 10 દિવસ ભક્તિ પૂર્વક પૂજા અર્ચના અને વ્રત કથા કરવામાં આવે છે. પાંચ વર્ષનું આ વ્રત પૂર્ણ થયે વ્રતનું ઉજવણું, દસ બાળ કન્યાઓને જમાડી ,અને ઉચિત શ્રદ્ધાનુસાર દક્ષિણા આપી, વ્રતનું સમાપન થાય છે. આજથી વડોદરામાં પણ શ્રદ્ધાળુ એ દશામાં ની સ્થાપના કરી વ્રત પૂજન નો પ્રારંભ કર્યો છે

કોરોના રોગચાળાને લીધે, લોકોએ સલામતીનું ધ્યાન રાખીને તેમના ચહેરા પર માસ્ક પહેરીને દશામાં ની પૂજા કરી હતી.

3 thoughts on “દશામાં ના વ્રત પ્રારંભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp