નિજી હોસ્પિટલો દ્વારા કોરોના દર્દીઓ પાસે લેવાતા ચાર્જ માં ૨૫ થી ૫૦ ટકા સુધીનો ઘટાડો

vnm tv

15 Apr. Vadodara: પ્રાઇવેટ હોસ્પિટલો માં કોરોના ના દર્દીઓ પાસે થી મન ફાવે તેમ ચાર્જ લેવાની ઉઠેલી ફરિયાદોને લઈને નિશ્ચિત ચાર્જ લેવા માટે વડોદરા માં પહેલ કરવા સાથે ૨૫ થી 50 ટકા સુધીનો ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કોરોના નો કાળો કહેર વર્તાઈ રહ્યો છે.નવા સ્ટ્રેન માં તો એક સાથે આખો પરિવાર કોરોના નો ભોગ બની રહ્યો છે.દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડે છે.ત્યારે ચાર્જ ના નામે ઉઘાડી લુંટ થતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે.સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલ ચાર્જ કરતા પણ વધુ લેવાતા હોવાની શિકાયતો થાય છે.સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમ ના નામે ધરખમ ચાર્જ લેવાય છે. અને ઘરના ત્રણ ચાર લોકો પીડિત હોય તો બધી જ બચત હોમાઈ જાય છે.આ સ્થિતિ ને જોતા રાજ્યમંત્રી યોગેશ પટેલ,વડોદરા મેયર કેયૂર રોકડીયા અને ઓએસડી ડૉ.વિનોદ રાવે આજે વડોદરા ની પ્રાયવેટ હોસ્પિટલો માટે નક્કી કરેલા ભાવો માં ૨૫ ટકા સુધીનો ઘટાડો કર્યો છે,અને તમામ હોસ્પિટલો માં આ રેટ નું બોર્ડ લગાવવા તાકીદ કરી છે.

તેમણે કહ્યું છે કે બિલ નું પેમેન્ટ ઓનલાઇન કરો, કેશ પેમેન્ટ ન કરો ,વધુ ચાર્જ લેવાય તો રિફંડ મળી શકે.બિલ ચેકીંગ માટે સીએ ને અપોઈન્ટ કરવાની પણ વાત કરી છે.નવા ચાર્જીસ ને નિયમો આ પ્રમાણે આજ થી જ લાગુ થશે.

-હોસ્પિટલો માં સ્પેશિયલ કે સેમી સ્પેશિયલ રૂમ નહિ રાખી શકાય.

-સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની વિઝિટ નો ચાર્જ વધુમાં વધુ 1000/_રૂપિયા રહેશે.

-સેગમેન્ટ વનમા ICU નથી તેના જનરલ વોર્ડના 6000 /-ના બદલે 4500/-અને HDU 8500/- રૂપિયાના બદલે 6000/-હજાર રૂપિયા ચાર્જ થશે.

-સેગમેંટ 2 માં ICU વાળા પેશન્ટ માટે 8000/- ના બદલે 4000/- રૂપિયા અને HDU માં દાખલ દર્દી માટે 12000/- ના બદલે 6000/- હજાર રૂપિયા ચાર્જ થશે .

-વેન્ટિલેટર વગરના ICU નો ચાર્જ 18000/- ના બદલે 13000/- રૂપિયા અને વેન્ટિલેટર વાળા icu માટે 16000/- હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

-આ ચાર્જ માં બે ટાઈમ ચા-નાસ્તો, અને બે ટાઇમ જમવાનું સામેલ રહેશે. સાથે PPE કિટ , રૂટીન દવાઓ સમાવાઈ છે.

-કોઈપણ જાતની ફરિયાદ માટે મનીષભાઈ ભટ્ટનો મોબાઇલ નંબર
9727 250 159 પર તુરંત સંપર્ક કરી શકો છો.

લોકોને ખાસ સુચના આપવામાં આવી છે કે, ફરિયાદ મળતા જ યોગ્ય નિકાલ કરશે. કેશ પેમેન્ટ ન કરવાની ખાસ તાકીદ કરવામાં આવી છે. તાત્કાલિક રિફંડ ને પ્રાથમિકતા આપવામાં આવશે .જો વારંવાર સ્થિતિ ન સુધરે તો પોલીસ ફરિયાદ પણ થઇ શકે છે.

આ તમામ નિયમો અને ચાર્જીસ આજે એટલે કે 15 એપ્રિલથી જ લાગુ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp