CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 20, 2024

ચૂંટણીમાં પોતાના સમર્થકોની સંખ્યા વધુ દેખાડવા પાણી ની જેમ વેરાતા પૈસા

19 Feb. Vadodara: ચૂંટણી આવે ત્યારે જે રીતે પૈસાનો ધુમાડો થાય છે ,તે સામાન્ય નાગરિક માટે મહાપ્રશ્ન છે.

ચૂંટણી આવે ત્યારે બધા જ ઉમેદવારો પોતાને જીતાડવા માટે પગથી માથા સુધીનું જોર લગાવી દેતા હોય છે .ચૂંટણી એટલે પૈસાનો ધુમાડો… કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય. ચૂંટણીપંચ દરેક ઉમેદવારે કેટલો ખર્ચ કરવો તેની ગાઇડલાઈન આપતા હોય છે. પણ જે રીતે ઉમેદવારો ઝાકઝમાળ કરે છે,મહારેલિયો કાઢવા વાહન, બેનર્સ ,પોસ્ટર્સ ,અને લોકો, સમર્થકોની ભીડ એકઠી કરતા હોય છે ,તેની આપણને નવાઈ લાગે . આ લોકો આટલા પૈસા ક્યાંથી લાવ્યા હશે,ખર્ચ કેવી રીતે મેનેજ કરતા હશે,અને આટલા બધા લોકો ક્યાંથી લાવતા હશે. ઘણી વખત તો એકના એક લોકો જ ભાજપ ,કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓની રેલીઓમાં દેખાતા હોય છે .

પ્રાપ્ત માહિતી અનુસાર રેલીમાં જોડાવા માટે ટુ વ્હીલર વાહન હોય તો, રેલીમાં જોડાતા વ્યક્તિ ને પેટ્રોલ ખર્ચ 500 રૂપિયા ભાજપ આપે છે. જ્યારે કોંગ્રેસ 300 રૂપિયા આપે છે. આપ, અને અન્ય પાર્ટીઓ દોઢસો રૂપિયા પેટ્રોલના અને ચા નાસ્તો આપતાં હોય છે .આ લોકોને પાર્ટી સાથે કોઈ જ પ્રકારના લેવાદેવા હોતા નથી. એ લોકોને ફક્ત આવી રેલીઓમાં જોડાઇ ખર્ચા પાણી કાઢવામાં જ રસ હોય છે .

આજે ચૂંટણીના છેલ્લા દિવસે સમગ્ર શહેરમાં મહારેલી કાઢવામાં આવી ત્યારે બધી પાર્ટી રોકડ, પેટ્રોલ ,જમવાનું, અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરતી હોય છે .વાહન વગર આવનારને સો રૂપિયા અપાય છે .રાજકીય પક્ષો ગરીબ મતદારોને આકર્ષિત કરવા માટે સ્લમ વિસ્તારોમાં મોડી રાત્રે રોકડ રકમ ,અનાજ ,વાસણો, અને શરાબ સુદ્ધા આપે છે.

એક માહિતી અનુસાર વડોદરાના ખોડિયાર નગરમાં 15 યુવકોનું એક ગ્રુપ છે ,જે ચૂંટણી દરમિયાન સક્રિય થઈ જાય છે .એ લોકો પાસે બધી જ પાર્ટીઓના ખેસ ,ટોપી ,ઝંડા ,હોય છે. જે પાર્ટી જ્યારે બોલાવે ત્યારે તે પાર્ટી ના ખેસ, ટોપી ,અને ઝંડા લઈને રેલીમાં જોડાય છે. આ ગ્રુપ લગભગ બધી જ રેલીઓમાં જોવા મળેલ હતું.

આજે સાંજે પાંચ વાગ્યા પછી જ્યારે ચૂંટણી પ્રચારના નગારા શાંત પડી ગયા, ત્યારે એક એવું ચિત્ર સ્પષ્ટ થયું કે આ બધી રેલીઓમાં કોરોના નીતિ-નિયમોને માળિયે ચઢાવી દેવામાં આવ્યા હતા .અને નોકરી ધંધે જતા લોકો રસ્તાઓ રોકાતા હેરાન પરેશાન થઇ ગયા હતા. અને રસ્તા ઉપર પાર્ટીઓના પરચાઓ વેરાયેલા હતા. શાસક પક્ષ જ્યારે સ્વચ્છતાના પાઠ સામાન્ય માણસ ને ભણાવતો હોય, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા આ રીતે શહેરની કચરાપેટી બનાવી દેવામાં આવે ક્યાં સુધી યોગ્ય છે….!!?