CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 19, 2024

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નુ નિધન

9 Jan. Vadodara: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી નું આજે નિધન થયું છે .તેઓ 94 વર્ષના હતા.

ગુજરાત માં ચાર વાર મુખ્યમંત્રી પદ પર રહી સત્તા માં રહેનાર અને પૂર્વ વિદેશ મંત્રી તરીકેની કારકિર્દી ધરાવનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીનું આજે નિધન થયું છે. તેઓ ૯૪ વર્ષ ના હતા. આજના કોંગ્રેસ ના નામી નેતા ભરતસિંહ સોલંકી તેમના પુત્ર છે. મૂળરૂપે વકીલ માધવસિંહ સોલંકી 1977 મા પહેલીવાર અને ગુજરાતના સાતમા મુખ્યમંત્રી બન્યા .ત્યાર પછી 1980માં પણ તેમણે સપ્તાહ હાંસલ કરી ,આ સત્તા KHAM (ક્ષત્રિય, હરીજન, આદિવાસી ,અને મુસ્લિમ) ગઠબંધન તળે તેમણે મેળવીને એક અનોખી નીતિ આપી. ગઠબંધનને જાતિ આધારિત ગઠબંધનનો યુગ માનવામાં આવે છે. કહેવાય છે કે અહીંથી જ જાતી ના આધાર પર રાજનૈતિક દળો એક સાથે આવવા લાગ્યા.તેઓ તેમની KHAM થીયરી માટે પ્રસિદ્ધ છે.

માધવસિંહ સોલંકી નરસિંહ રાવની સરકારમાં વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી , નરસિંહરાવ જેવા નેતાઓનો પૂર્ણ સહયોગ મળ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશ નાં તમામ નેતાઓ અને કોંગ્રેસ પાર્ટી ના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
આજે તેઓ આપણી વચ્ચે નથી , પણ તેમની રાજનીતિક નીતિઓ અને તેમના કાર્યો માટે સદા એક માઈલ સ્ટોન બનીને યુવા નેતાઓ માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે.