Entertainment GujaratiGujarati

મૂળ સ્પેનિશ પણ સવાયા ગુજરાતી ફાધર વાલેસનું નિધન

 

9 Nov. Vadodara: ગુજરાતી સાહિત્યકાર તરીકે પ્રખ્યાત અને ગુજરાતી સાહિત્ય ને પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર સવાયા ગુજરાતી ફાધર વાલેસનું સ્પેનમાં નિધન થયું છે,તેઓ 95 વર્ષ ના હતા .

મૂળ નામ કાર્લોસ જી. વાલેસ…પણ ચર્ચમાં પંદર વર્ષ ની ઉંમરે દીક્ષા લેનાર કાર્લોસ વાલેસ ફાધર વાલેસ તરીકે પ્રસિદ્ધ થયા. 4 નવેમ્બર ૧૯૨૫ માં સ્પેનના લો ગ્રોનો માં તેમનો જન્મ થયો. 10 વર્ષની વયે પિતાનું અવસાન થતા ચર્ચ માં શરણાર્થી બન્યા ,અને 15 વર્ષની ઉંમરે તેમણે દીક્ષા લીધી. ૧૯૪૯ માં તેઓ ભારત આવ્યા, અને પાંચ દશકા સુધી ભારત માં રહ્યા.મદ્રાસ યુનિવર્સિટી માં થી ગણિતશાસ્ત્ર માં એમ. એ.કર્યું.અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજ માં અધ્યાપક બન્યા.

અમદાવાદ ની પોળો માં તેઓ ખૂબ ફર્યા, અને લોકો ના ઘરો માં મેહમાન તરીકે જતા, અને પરિજન તરીકે છૂટા પડતા.એમના આ વિહારે સામાન્ય માનવી ના જીવન માં ડોકિયું કરવાની તક આપી ,અને ગુજરાતી સાહિત્ય ને તરુણઆશ્રમ ,ભાષા જાય તો સંસ્કૃતિ જાય, જીવન ઘડતરના ધ્યેય થી સદાચાર જેવા નિબંધો અને કુટુંબમંગલ, વ્યક્તિમંગલ, જીવન મંગલ, સમાજમંગલ, જેવા પુસ્તકોની ભેટ આપી.તેમની કૃતિઓ માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક થી સન્માનિત કરવામાં આવ્યા.ગુજરાત સમાચાર મા તેમના દ્વારા લખાતી કોલમ “નવી પેઢી” ને ખૂબ જ સરસ પ્રતિભાવ મળ્યો હતો.

જન્મે સ્પેનિશ પણ સવાયા ગુજરાતી ફાધર વાલેસ આજે આપણી વચ્ચે રહ્યા નથી, પણ તેમનું ગુજરાતી ભાષા માટે નું યોગદાન અવિસ્મરણીય રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button