સચિવાલયના બાબુઓ અને એની ચાપલૂસીની ચર્ચા !

26-07-22

Written by Dilip Mehta

હું કોઈ ન કોઈ પુસ્તકના પરિચય અને એના સંદર્ભમાં વાત કરતો હોઉ છું. ગાંધીનગરના સચિવાલયમાં આજકાલ ચર્ચિત એક પુસ્તકની વાત કરીએ તો એ પુસ્તકની અંગ્રેજી આવૃતિનું નામ છે ‘The self Enlightenment Dictum Of Dada Bhgwan’.ગુજરાતનાં એક અક્રમ વિજ્ઞાની અને પ્રબુદ્ધ પુરુષ દાદા ભગવાનના ભક્ત શ્રી ભુપેન્દ્ર રજનીકાંત પટેલ જે દિવસે ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા તે જ દિવસથી સચિવાલયના ગુજરાતી અને નોન –ગુજરાતી સચિવોને દાદા ભગવાનનો ઘનિષ્ઠ પરિચય થઈ ગયો છે, અને એટ્લે જ આ બધા બાબુઓએ રાજધાનીના સીમાડે આવેલ દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરને જ સપરિવાર પોતાનું ફેવરિટ‘હેંગ ઓવર’ બનાવી દીધું છે!
નવા બૉસની નજદીક આવવાનું અને એમની ગૂડ બૂકમાં પોતાનું નામ દર્જ કરાવવા ઉત્સુક આ અધિકારીઓના ટેબલ પર આજકાલ એક પુસ્તક અચૂક જોવા મળે છે. કેટલાક બાબુઓતો આ પુસ્તક હાથમાં લઈને જ આંટા મારતા જોવા મળે છે.
હાલ , ઘણા ખરા બાબુઓ આ પુસ્તક દ્વારા દાદા ભગવાનના તત્વ દર્શન ( અકરમ વિજ્ઞાન)વિષે ગહન અભ્યાસ કરી રહ્યા છે.
પોતાના બૉસ એટ્લે કે ચીફ મિનિસ્ટર જોડે ભૂલે ચૂકે પણ ક્યાંક વધારાનો સમય મળે તો, એમની સન્મુખ ‘દાદા ભગવાનનો અસીમ જય જયકાર’ કરવા તેઓ હરદમ કોશિશ કરી રહ્યા છે!
બાબુઓની આ ચતુરાઇ પૂર્વકની ચાપલૂસી વિષે ભુપેન્દ્ર પટેલ અજાણ તો કઈ રીતે હોઇ શકે? પણ , કહેવત છે ને કે “ ખુદાને પણ ખિદમત વહાલી લાગે’.
બસ , આજ સિદ્ધાંત અને થિયરીના આધારે આપણાં સચિવો આજકાલ આ પુસ્તકને નજર સમક્ષ રાખીને બૉસની અમી દ્રષ્ટિ પ્રાપ્ત કરવા મથામણ કરી રહ્યા છે!
સૂત્રોનું માનીએ તો કેટલાક મહાચતુર (shrewd) અધિકારીઓએ તો દાદા ભગવાનના મુખ્ય અનુયાયીઓ જોડે ઘરોબો પણ કેળવી લીધો છે!
અરે , કેટલાકે તો ત્રિમંદિરના નિયમિત પગથિયાં ઘસવાનું પણ શરૂ કરી દીધું છે!
ત્રિમંદિરના ગેટ-વે થી મુખ્યમંત્રી નિવાસ સુધી પહોંચવાની આ સ્વપ્નિલ પરિયોજના માટે આ બાબુઓને ‘શ્રી ત્રિમંદિર વિશિષ્ટ સેવા મેડલ’ અર્પણ થવો જોઈએ! ચાપલૂસીની આ ચરમસીમા ગણાય?
ગમે તેમ , પણ, સચિવોનો જાણે કે એક જ મહામંત્ર છે કે ‘યેન કેન પ્રકારેણ પણ ચીફ મિનિસ્ટરની નજીક પહોંચવું’

            સચિવોને મળેલ આ પુસ્તક વિષે એવું કહેવાય છે કે સ્વયં મુખ્યમંત્રીના જ એક ઘનિષ્ઠ સાથી અને દાદા ભગવાનના પરમ અનુયાયીએ જ આ પુસ્તકનું સચિવાલયમાં વિશેષ વિતરણ કરેલું છે. 
        ખેર, દાદા ભગવાનના અસીમ જય જયકારથી આજકાલ ગુંજી રહેલ સચિવાલયના અધિકારીઓ આ પુસ્તક વાંચીને જો ભ્રસ્ટાચાર મુક્ત , વ્યસન મુક્ત અને પ્રબુદ્ધ બનશે તો એ રીતે પણ આ મુખ્યમંત્રીના આપણે સૌ શુક્રગુઝાર રહીશું. 
     અંતે, આ પોસ્ટ પૂરી કરી રહ્યો છું , તે ક્ષણે જ મને એક પુસ્તકનું સ્મરણ થાય છે. એ પુસ્તકનું નામ છે THE BOSS – મેનેજમેંટ –લીડરશિપ –પર્સનાલિટી. 

ગુણવંત શાહ અને મનીષા મનીષ દ્વારા લિખિત આ પુસ્તક જરૂર એકવાર સૌએ વાંચવા જેવુ છે. ( The Times Of India)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp