મહાત્મા ગાંધી : કેમેરાની આંખે

01 Feb 2023, Wednesday

મહાત્મા ગાંધીને ચલચિત્રો પસંદ નહોતા, પરંતુ એમની કારકિર્દી દરમ્યાન સતત એમના પર કેમેરા ફરતા રહ્યા. હા, એક નોંધપાત્ર અપવાદ એ હતો કે એમની હત્યા સમયે ત્યાં એ ક્ષણે એમના પર એક પણ કેમેરો નહોતો. ગાંધીજીના જીવન અને મૃત્યુ વેળાની આ એક અસાધારણ ઘટના ગણાવી શકાય. વિશ્વ વિભુતિ મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ એમના જીવન પર અનેક ફિલ્મો બની ચુકી છે, ત્યારે, કચકડામાં કંડારાયેલી એમની યાત્રા વિષે રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયના પૂર્વ ડીરેક્ટર પ્રકાશ મગદુમ દવારા લિખિત પુસ્તક ‘The Mahatma on celluloid’માંથી થોડીક વિગતો જોઈએ.
મહાત્મા ગાંધીની હત્યા જાહેરમાં થયેલી. અને છતાં એ ક્ષણની આપણી પાસે કોઈ તસ્વીર નથી કે નથી કોઈ ચલચિત્ર. આવું કેમ ?
પ્રકાશ : એ દ્રશ્ય ( ગાંધી હત્યા) સમયે કોઈ ફોટોગ્રાફર નહોતો. ગાંધીજીના અંતિમ વર્ષોમાં એમની સાથે રહેનાર અને એમની તસ્વીરો લેનારા એમના પૌત્ર કનુ ગાંધી એ સમયે દૂર નોઆખલી ( કલકત્તા). ગાંધજીની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં, કેટલાક સ્ટીલ અને ફિલ્મ કેમેરામેન દિલ્હીના બિરલા હાઉસ તરફદોડી ગયા. રક્ત રંજીતસફેદ વસ્ત્ર થી લઈને એમના શાંત(serene) ચહેરાની તસ્વીરો લેવામાં આવેલી.એ તસ્વીરો માંથી કેટલાક ‘શોટસ’ દિલ્હીના યુવાન કેમેરામેન વેદ પ્રકાશ દવારા લેવામાં આવેલા.
એ વર્ષે બાપુની અંતિમયાત્રાની ન્યુઝરીલ્સ સમગ્ર વિશ્વએ જોઈ. એ અંતિમયાત્રાની ને કઈ રીતે કચકડામાં કંડારવામાં આવી એ પણ રસપ્રદ છે.
પ્રકાશ : દેશની સ્વતંત્રતાની ઉજવણીની નિર્ણાયક અને મહત્વની ક્ષણોને કેમેરામાં ઝીલવા માટે એ સમયે વરિષ્ટ બ્રિટીશ કેમેરામેન જોહ્ન ટરનર ઉપસ્થિત હતા. એ બધા પ્રસંગોની દસ્તાવેજી ફિલ્મ માટે જોહ્ન ટરનરે ફિલ્મની કાચી સામગ્રી એકત્રિત કરી રાખેલી.વેદ પ્રકાશ એમનો મિત્ર હતો અને એની પણ આ કેમેરામેનને મદદ મળી. પ્રકાશે ચમત્કારિક રીતે દિલ્હીના જુદા જુદા તાસ્વીરકારોનો રીતે સંપર્ક કરીને લગભગ ત્રણ હજાર ફૂટ લંબાઈની રીલનો સ્ટોક મેળવી લીધો. આ એક ચમત્કારિક ઘટના જેવું લાગે! પ્રકાશે જે સ્ટોક મેળવેલો એ સ્ટોક ખરેખર ઉપયોગી હતો, યોગ્ય હતો કે નહિ એ અંગે તેઓ ચોક્કસ નહોતા. આ મહામુલા સ્ટોકનો ખુબ કાળજી પૂર્વક –ન્યાય પૂર્વક ઉપયોગ કરવા માટે બંને કેમેરામેનોએ ગાંધીજીની અંતિમયાત્રાની ફીલ્મીંગ માટે બે ભાગમાં શુટિંગની વહેચણી કરી દીધી. બિરલા હાઉસથી રાજઘાટ સુધીની વિશાળ માનવ મેદનીની વચ્ચે જગ્યા શોધવાનું કઠીન હતું તેમ છતાં આ બ્રિટીશ બંદો જોહ્ન ટરનર હાથમાં જુદી જુદી લંબાઈ ધરાવતા ટીન્સ કાર્ટીજ ઝાલીને ..કેમરાલોડ કરતો કરતો ‘માનવ સાગર’ને પાર કરતો રહ્યો. ( આ લખનારને વિડીયો શુટિંગનો અનુભવ છે એટલે આ અનુભવ પોતીકો લાગતો હોવાથી, સારી રીતે સમજી શકાય છે)બિરલા હાઉસથી રાજઘાટ સુધી પહોંચતા અંતિમયાત્રાને પાંચેક કલાકનો સમય લાગેલો, એટલે ત્યાં સુધીમાં આ બંનેને શુટિંગ માટે પુરતો સમય મળી ગયેલો. પ્રકાશે બિરલા હાઉસના દ્રશ્યોનું શુટિંગ કર્યું જયારે જોહને રાજઘાટના દ્રશ્યો લીધેલા. એ સમયે સ્થાનિક ફોટોગ્રાફરો દવારા દસ ફૂટ ઊંચું એક પ્લેટફોર્મ અગાઉથી જ તૈયાર કરી રાખવામાં આવેલું. એના ઉપર ઉભા રહીને જોહને અગ્નિ સંસ્કાર વિધિના અંતિમ દ્રશ્યોને કેમેરામાં ઝીલ્યા. આજે આપણે જે ફિલ્મ જોઈએ છીએ એ આ બે સાહસિક કેમેરામેનો(enterprising cameramen)ની અગાથ મહેનત અને લગનનું પરિણામ છે. આ વિઝ્યુઅલ સીન્સ અને કવરેજ માટે વેદ પ્રકાશને બ્રિટનનો એકેડેમી એવોર્ડ પણ અર્પણ થયેલો.
ગાંધીજીના સૌ પ્રથમ ફિલ્મ ફૂટેજ તો છેક ૧૯૧૨ ના જોવા મળે છે, જે સાઉથ આફ્રિકાના છે. આ અત્યંત મહત્વના અને અતુલ્ય ફિલ્મ ફૂટેજ એ સમયના છે જયારે એના એક વર્ષ અગાઉ જ ભારતમાં દાદા સાહેબ ફાળકેની ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’ રીલીઝ થયેલી. આવું કઈ રીતે બન્યું ?
પ્રકાશ મદગમ: ઓક્ટોબર૧૯૧૨માં ગાંધીજીએ એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેને દક્ષિણ આફ્રિકા આવવા માટેનું નિમંત્રણ આપેલું. આ બંનેનું જોહાનીસ બર્ગના રેલ્વે સ્ટેશન પર શુટિંગ થયેલું, જેમાં ગાંધીજી યુરોપિયન કપડામાં પરંતુ કાઠીયાવાડી પાઘડીમાં જોવા મળે છે. આ ફિલ્મ કોને શૂટ કરેલી એ અમને ખબર નથી , પરંતુ ગાંધીજીના સહયોગી હેન્રી પોલકે આ બધી વ્યવસ્થા કરેલી અને એની જાળવણી પણ કરેલી. હેન્રી પોલકને આ ‘ફિલ્મફૂટેજ’ના મૂલ્ય અને મહત્તાની જાણ હતી જ. યુવાન ફિલ્મ મેકર એ કે ચેટ્ટીયાર જેમણે ગાંધી પર એક દસ્તાવેજી ફિલ્મ ‘માઉન્ટ’ કરી , એમણે આ ( દક્ષિણ આફ્રિકામાં ગાંધી –ગોખલે) શુટિંગની ૨૦૦ ફૂટ લાંબી કલીપ શોધી કાઢેલી. આ ખાસ ફૂટેજનું ૧૯૧૨માં એક થીયેટરમાં ‘સ્ક્રીનિંગ’ પણ થયેલું, જે માત્ર જોહાનીસ્બર્ગના અશ્વેત દર્શકો માટે જ આયોજિત હતું. આ એક અતુલ્ય ઘટના છે કે ગાંધીજીઅંગેની ફિલ્મ સૌ પ્રથમ એમની કર્મભૂમિ દક્ષિણ આફ્રિકામાં જ દર્શાવવામાં આવેલી, અને ત્યારબાદ ઉગતા –ઉભરતા નવજાત ફિલ્મ ઉદ્યોગ માટે.
મહાત્મા ગાંધીએ ફક્ત બે જ ચલચિત્રો જોયેલા – રામ રાજ્ય અને મિશન તો મોસ્કો. એમને ફીચર ફિલ્મ કેમ નહોતી ગમતી?
ગાંધીજી એવું વિચારતા કે શિક્ષણના કે મનોરંજનના સંદર્ભમાં ફિલ્મોનું કોઈ વિશેષ મૂલ્ય નથી. વારંવાર તેઓ કહેતા કે ફિલ્મ પાસે કોઈ સદગુણ નથી, અને ફિલ્મો જોવી એટલે સમયની બરબાદી જ છે.જીજ્ઞાસા એ જ વાતની કે એમણે બે થી વધારે ફિલ્મો જોયા વિના જ આવી વિચારધારા બનાવી દીધેલી. ૧૯૨૭માં ઇન્ડિયન સીનેમેટોગ્રાફ એસોશિએશનની એક પ્રશ્નાવાલીના ઉત્તરમાં ગાંધીજીએ એક પણ ફિલ્મ નહિ જોયાનો દાવો કરતા કહેલું “ ..Even to an outsider, the evil that it has done and is doing is patent”
ફિલ્મ એ , જો કોઈનું પણ કંઈ ભલું કર્યું હોય તો, એને સાબિત કરવાનું હજુ બાકી છે. ગમે તેમ પણ, શારીરિક ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની બાબતમાં એમની એ માન્યતા હતી કે તેઓ બે કે ત્રણ કલાક બેસીને ફિલ્મ જોવાનો આનંદ લઇ શકે તેમ નહોતા. જો કે બાપુએ એમની ઘણી બધી માન્યતાઓમાં ફેરફાર કરેલો, પરંતુ જીવનના અંત સુધી ફિલ્મ અંગેનો એમનો મત એવો ને એવો , અપરિવર્તનશીલ જ રહ્યો.તેમ છતાં, ગાંધીજીએ પોતાની તસ્વીરો ખેંચવા માટે, શુટિંગ માટે કેમેરામેનોને છૂટ આપેલી , પરંતુ એક બે શરતો સાથે, એક તો ફ્લેશ બલ્બનો નિષેધ અને બીજું એમના દિનચર્યા –રૂટીનને ખલેલ ન પહોંચે એ રીતે ફોટો લેવાવો જોઈએ. આપણે ગાંધીજીના ઋણી છીએ કે આજે આપણે એમના વિશાળ ફૂટેજ જોઈ શકીએ છીએ.
આજે પણ ફિલ્મ મેકર્સને ગાંધીજીનું કેમ અપારઆકર્ષણ છે?
ગાંધીનું જીવન એમની ખાનગી અને જાહેર નાટયાત્મક ઘટનાઓથી ભરેલું છે. એમણે જે જે ચળવળો નું નિર્માણ કરેલું એમાં સહજ નાટયતત્વ છે. એમના ચરિત્રમાં સાદગી છે, છતાં ક્યાંક રહસ્ય છે , અને ક્યાંક complexity પણ જોવા મળે છે. અને પછી એમના સિધ્ધાંતો આવે છે, જેમાંના ઘણાખરા આજે પણ સમગ્ર માનવ જાત માટે એટલા જ પ્રસ્તુત છે. આ કથાને કંડારવા માટે કોઈપણ ફિલ્મમેકર ઉત્સાહી અને ઉતેજીત હોઈ શકે.

લેખક: દિલીપ એન મહેતા

( અવિજિત ઘોષને આપેલ ઈન્ટરવ્યું માંથી સાભાર)

Whatsapp